આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયાદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

– શૈલ્ય (૭-૯-૨૦૦૭)

3 Responses

  1. સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
    તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

    very touchy,…
    etlu dadrdilu lakho cho k amaru dil nichovai jay che sache…

  2. superb shailya……..fantastic……………….tamari rachana vanchine feel thay che k tame kalam ni badale hraday ane shahi ne badale dard vapro cho………

  3. સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
    તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

    ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
    વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

    bhu j saras
    shilpa prajapati

Leave a Reply