Welcome to my World of Expression

Archive for October, 2009

પ્રેમ તો તારો…

પ્રેમ તો તારો વડવાનલ જેવો, ચારેકોર ઠંડો ને ભીતરે અગ્નિ જેવો. પ્રેમ તો તારો રણદ્વીપ જેવો, અફાટ રણમાં મીઠી વીરડી જેવો. પ્રેમ તો તારો મૂંગા નાં બોલ જેવો, માત્ર અધરની ભાષા સમજે એવો. પ્રેમ તો તારો સરસ્વતી જેવો, ધરાની પેટાળે ધસમસ વહે તેવો. પ્રેમ તો તારો દધીચિ જેવો, મારા કાજે જીવ અર્પે તેવો. શૈલ્ય (૧૨-૧૦-૨૦૦૯) [...]

યાદો સાથે યાદો મળી…

યાદો સાથે યાદો મળી. કેવી મઝાથી ગળે મળી. હું અને તું, કેવા મળ્યા, નજીક રહી અળગા મળ્યા. ભૂલથી થયેલો સ્પર્શ મળ્યો, ક્યાંક ખોવાયેલો હું મળ્યો. સપને બાંધેલા માંડવા મળ્યા, સપ્તપદીનાં સાત ડગલા મળ્યા. અધુરી મને એક કહાની મળી, અંત કરતા મધુર શરૂઆત મળી. શૈલ્ય (૧૧-૧૦-૨૦૦૯) સાંજે ૬.૪૦ વાગ્યે..

સ્પર્શ..

તારા સ્પર્શે ધોમધખતો તડકો નમણી સંધ્યામાં શમી ગયો, એ જ સ્પર્શની આશે તડકો બની હું જીવન આખું જીવી ગયો. શૈલ્ય. (૧૦-૧૦-૨૦૦૯) ૧૧.૦૦ વાગ્યે ..

Follow

Get every new post delivered to your Inbox.