લાગણીઓને શબ્દો દ્વારા નીરખવા આપનું સ્વાગત છે..

Archive for સપ્ટેમ્બર, 2007

યાદ મને કાયમ રહેશે……….

યાદ મને કાયમ રહેશે……….

મને એવું હતું કે હાથ તારો મારા હાથમાં રહેશે,
ફક્ત બે ચાર દિવસ નહીં, તુ કાયમ શ્વાસમાં રહેશે.

તારી સાથે ગાળેલી હર ક્ષણ યાદ મને કાયમ રહેશે.
તારા પ્રેમના ઘૂંટ ઉતરતા કાયમ રહેશે.

તારી સાથે ભરેલા ડગ મને યાદ પ્રૂરા રહેશે,
તારા પગલાંની છાપ મારા દીલ પર કાયમ રહેશે.

– શૈલ્ય
(૨૦-૯-૨૦૦૭)

Advertisements

મારા સ્પર્શ ને રોકશો તમે ….

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!

મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!

— શૈલ્ય

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયાદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

— શૈલ્ય (૭-૯-૨૦૦૭)