લાગણીઓને શબ્દો દ્વારા નીરખવા આપનું સ્વાગત છે..

મિત્રતા

મિત્રતાના અણમોલ વચને બંધાયો છુ,
વણકહેલ એવા વાયદે બંધાયો છુ.

સુખના દ્વાર તને સોંપવા સર્જાયો છુ,
દુઃખના દાયરા દૂર રાખવા બંધાયો છુ.

વિકટ કેડીએ રાહબર બનવા રચાયો છુ,
અંધારે તારા,પ્રકાશ બનવા રેલાયો છુ.

જીવનનૌકાને હલેસા હાંકવા હાજર છુ,
મઝધારે દીવાદાંડી બનાવા બેઠો છુ,

મિત્રતાના મજાના અંકુર ખીલવુ છુ,
તારી આંખોના દરેક સ્વપ્ને રોપાયો છુ,

તારા સાદને પડઘાવા પ્રસર્યો છુ,
હર કુરુક્ષેત્રે કૃષ્ણ બની અવતર્યો છુ.

..શૈલ્ય
(૩-૮-૨૦૦૮)

Comments on: "મિત્રતા" (8)

  1. મિત્રતાના અણમોલ વચને બંધાયો છુ,
    વણકહેલ એવા વાયદે બંધાયો છુ.

    ખુબ સરસ શબ્દો… અભિનંદન અને આભાર શૈલ્યભાઇ….!

  2. તારા સાદને પડઘાવા પ્રસર્યો છુ,
    હર કુરુક્ષેત્રે કૃષ્ણ બની અવતર્યો છુ.

    Gita nicely included …

  3. તારી આંખોના દરેક સ્વપ્ને રોપાયો છુ,

    saras pankti

    keep it up……………..

  4. મિત્રતાના અણમોલ વચને બંધાયો છુ,
    વણકહેલ એવા વાયદે બંધાયો છુ.

    very sensible…touchy….

    friend like u is a god gift….

  5. મિત્રતાના મજાના અંકુર ખીલવુ છુ,
    તારી આંખોના દરેક સ્વપ્ને રોપાયો છુ,

    તારા સાદને પડઘાવા પ્રસર્યો છુ,
    હર કુરુક્ષેત્રે કૃષ્ણ બની અવતર્યો છુ.

    bhu j saras….gami a line bhu j saras
    hu kahu to
    arujan na sath ni j jaru che…keep it

  6. bahu saras rachana

    badhi pakati o saras che

  7. bahu j saras…….rachana

    પુરુષાર્થ
    http://jshiroya.blogspot.com/

  8. સુખના દ્વાર તને સોંપવા સર્જાયો છુ,
    દુઃખના દાયરા દૂર રાખવા બંધાયો છુ.

    kyaa baat he..
    kharekhr koi ne dukho thi door rakhi ne aapn ne kitali khooshi male che ne..

Leave a reply to kanti vachhani જવાબ રદ કરો