લાગણીઓને શબ્દો દ્વારા નીરખવા આપનું સ્વાગત છે..

હું માતૃદિન નો વિરોધ કરું છુ…

જેના થકી આપણું અસ્તિત્વ છે, જેનો મહિમા વર્ણવવા માટે શબ્દકોશ ના તમામ શબ્દો ભેગા થાય તો પણ ઓછા પડે.. !!! ખુદ ઈશ્વરે પણ ધરતી પર આવવા માટે જેની મદદ લેવી પડી હતી તેવી “માં” ને માત્ર એક દિવસ યાદ કરી લઇ ને આપણે કેવા હીણ દેખાઈએ છીએ તેનો વિચાર કર્યો છે ખરો !!!!
પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી જેમ કોલેજ માં વિવિધ “Days ” ઉજવવામાં આવે છે એવી રીતે “માં” ને પણ એક દિવસમાં યાદ કરી લઈને મિથ્યા આત્મસંતોષ માનવામાં આપણે શુરા થઇને સુરજ ને દીવો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.
આવા માતૃદિન , પિતૃદિન વગેરેની ઉજવણી ખરેખર એક કલંક સમાન છે…
ખરેખર માતા – પિતાનું ઋણ ચૂકવવાનો વિચાર હોય (ખરેખર તો એ શક્ય જ નથી… છતાં એવો વિચાર આવવો એ પણ નાનીસુની વાત નથી..) તો રોજ સવારે ઈશ્વર ને યાદ કરતા પહેલા માતા પિતાનો ચરણ સ્પર્શ કરશો તો લેખે લાગશે..
શૈલ્ય…

Advertisements

Comments on: "હું માતૃદિન નો વિરોધ કરું છુ…" (1)

 1. એક વિચાર રજુ કરું છું. તમારા વિચાર નો વિરોધ નથી એટલું જાણજો.

  વરસ માં એક વખત આવતા અનેક દિવસો (માત્રુ દિન વગરે) માટે ક્યારેક ટીકાખોર અને નિંદક શબ્દો સાંભળવા મળે છે.

  આપણે , સામાજિક અને આર્થીક જીવન જીવતા જીવતા, ક્યારેક અમુક ફરજો ચુકી જઈએ છીએ વ્હાલા પ્રત્યે અને વ્હાલા ની લાગણી નો અનુભવ રહી જાય છે. મન માં અને વિચાર માં હોવા છતાં ઘણું ભૂલી જઈએ છીએ. અને આવું થવું એ સ્વાભાવિક છે.

  માત્રુ દિન કે અન્ય આવા દિવસો, વરસ માં એક વાર આવી ને મન ને જાગ્રત કરે છે. અને એ જાગૃતિમાં આત્મસંતોષ મળે છે. વ્હાલા ને તમારો “સ્પર્શ” થાય છે.

  વડીલો અને નાના; મિત્રો અને અન્ય, સર્વે ને એ “સ્પર્શ” ની જરૂર છે. જીવન આનંદી બને છે. મન મોકળું થાય છે. આયુષ્ય લંબાય છે.

  એ એક દિવસ માટે “મારી કિંમત છે” એ અનુભવાય છે.

  હું આવા દિવસો ને આ વિચાર થી અનુભવું છું, અને કીમત કરું છું. વ્હાલ, પ્રેમ , ફરજ માટે તો દરેક પળ છે જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: